Electrician Gujarati Most Asked Multiple Choice Questions

1. પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે?

A) રેસિસ્ટન્સ અને ઇમ્પીડન્સ

B) એનર્જી અને પાવર

C) વૉલ્ટ અને કરન્ટ

D) ઇમ્પીડન્સ અને રેસિસ્ટન્સ

જવાબ: A) રેસિસ્ટન્સ અને ઇમ્પીડન્સ

સમજૂતી :

પાવર ફેક્ટર એ રેસિસ્ટન્સ અને ઇમ્પીડન્સનો ગુણોતર (R/Z) છે.ઉપરાંત પાવર ફેક્ટર એ એકટીવ પાવર અને અપેરેન્ટ પાવરના ગુણોતર (P/S) તરીકે પણ દર્શાવી શકાય છે.


2. જ્યારે કોઈપણ વૉલ્ટ મીટર અથવા એમીટર AC રાશીનું રીડીંગ આપે ત્યારે તે કઈ કીંમત હોય છે?

A) એવરેજ

B) પીક વેલ્યુ

C) RMS

D) ઇન્સ્ટન્ટટેનીઅસ (ક્ષણિક) વૅલ્યુ

જવાબ: C) RMS

સમજૂતી :

AC મીટર (વોલ્ટેજ અથવા કરંટની) એ RMS વેલ્યુ આપે છે.


3. કેપેસીટરને પેરેલાલમાં જોડીને તેના કુલ કેપેસીટન્સ મેળવવાનું સૂત્ર ક્યું છે?

A) 1/C = 1/C1 + 1/C2 + 1/C3

B) C = C1 X C2X C3

C) C = C1 +C2+ C3

D) C = C1 / C2 / C3


જવાબ: C) C = C1 +C2+ C3

સમજૂતી :

કેપેસીટરને પેરેલાલમાં જોડેલ હોય ત્યારે કુલ કેપેસીટન્સ C = C1+C2 + C3 થાય, જ્યારે કેપેસીટર સીરીઝમાં જોડવામાં આવે ત્યારે કુલ કેપેસીટન્સનું સૂત્ર1/C = 1/C1 + 1/C2 + 1/C3 થાય છે.


4. બે ફેઇઝ વચ્ચે મળતા વૉલ્ટેજ ને શું કહેવાય છે?
A) ફેઝ વૉલ્ટેજ
B) ન્યુટ્રલ વૉલ્ટેજ
C) લાઇન વૉલ્ટેજ
D) ઇન્ડયુલ્ડ વૉલ્ટેજ

જવાબ: A) ફેઝ વૉલ્ટેજ

સમજૂતી :

બે ફેઇઝ વચ્ચે મળતા વૉલ્ટેજ ને લાઇન વૉલ્ટેજ કહે છે. જ્યારે ફેઇઝ અને ન્યુટ્રલ વચ્ચે મળતા વૉલ્ટેજ ને ફેઇઝ વૉલ્ટેજ કહે છે.


5. નીચેનામાંથી ક્યાં લોસ ટ્રાન્સફોર્મર્સમાં થતાં નથી?

A) કોપર લોસ

B) ફ્રીક્શન લોસ

C) કોર લોસ

D) એડી કરન્ટ લોસ


જવાબ:B) ફ્રીક્શન લોસ

સમજૂતી :

ટ્રાન્સફોર્મરમાં મુખ્યત્વે બે પ્રકારના લોસ હોય છે. કોપર લોસ અનેઆયર્ન લોસ.આયર્ન લોસ (એડી કરંટ + હિસ્ટેરેસીસ લોસ) ટ્રાન્સફોર્મરની કોરમાં મેગ્નેટીક સર્કિટને કારણે થાય છે. જે મેગ્નેટીક ફ્લક્સડેન્સીટી ઉપર આધાર રાખે છે. સમાન્ય રીતે આ લોસ ટ્રાન્સફોર્મરમાં અચળ લેવામાં આવે છે.

કોપર લોસ વાઈન્ડીગ (પ્રાઇમર+ સેકન્ડરી) માં થાય છે જે કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે.

ટ્રાન્સફોર્મરમાં કોઈ ભાગ ફરતો (Rotating) ન હોવાથી તેમાં ફ્રીક્શન અને વિન્ટેજ લોસ (ઘર્ષણને કારણે થતો વ્યય થતા નથી).


6. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામા આવે છે?

A) ફ્રીક્શન ઘટાડવા માટે

B) કુલીંગ માટે

C) ટ્રાન્સફોર્મર સરળતાથી કાર્ય કરે

D) બધા જ સાચા


જવાબ:B) કુલીંગ માટે

સમજૂતી :

ઓઇલ ટ્રાન્સફોર્મરમાં કુલીંગ તેમજ ઇસ્યુલેશનનું કામ કરે છે.


7. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે?

A) શરૂઆતમાં વધુ ટોર્ક મેળવવા

B) શરૂઆતમાં હેવી કરન્ટ ઘટાડવા

C) સરળતાથી શરૂ કરવા

D) બધા જ સાચા


જવાબ:B) શરૂઆતમાં હેવી કરન્ટ ઘટાડવા

સમજૂતી :

સ્ટાર્ટર (DC મોટર માટે એ જુદી જુદી કિંમતના અવરોધમાથી બનેલ હોય છે. જે આર્મેચરીની સાથે સીરીઝમાં (Motor Starting માં) જોડવામાં આવે છે. આથી ટોટલ અવરોધ વધી જવાથી શરૂઆતનો હેવી કરંટ (Inrush Current કે Starting Current) ઘટે છે.


8. યુનિવર્સલ મોટર એટલે શું?

A) જે બધી જગ્યાએ મળી શકે

B) જે AC માં જ ચાલે

C) જે AC અને DC બંનેમાં ચાલે

D) જે DC માં જ ચાલે


જવાબ: C) જે AC અને DC બંનેમાં ચાલે

સમજૂતી :

યૂનિવર્સલ મોટર AC અને DC બંને પર ચાલે છે. આથી જ એને યુનિવર્સલ મોટર કહે છે.


9. આર્મેચર વાઇડિંગમાં સમાન્ય રીતે ક્યો ફોલ્ટ થાય છે?

A) ઓપન સર્કિટ

B) અર્થ સર્કિટ

C) શોર્ટ સર્કિટ

D) ઉપરના બધા જ


જવાબ: D) ઉપરના બધા જ

સમજૂતી :

આર્મેચર વાઇડિંગમાં સમાન્ય રીતે ઓપન સર્કિટ (વાયર બળી જવાથી), શોર્ટ સર્કિટ (વાયરનું ઇસ્યુલેશન ફેઇલ થવાથી) અને અર્થ સર્કિટ (વાયરમોટરની બોડીને સ્પર્શ થવાથી) ફોલ્ટ જોવા મળે છે.


10. સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર ક્યાં કલરના ઇસ્યુલેશનમાં હોય છે?

A) લાલ

B) કાળા

C) લીલા

D) પીળા


જવાબ:B) કાળા

સમજૂતી :

ન્યુટ્રલ વાયર કાળા કલરનો તથા અર્થ વાયર લીલા કલરનો હોય છે. તથા ફેઇઝ વાયર લાલ (R), પીળો (Y) અને વાદળી (Blue) રંગના હોય છે.


11.મોટર વાહનમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે થાય છે?

A) એન્જિન શરૂ કરવા માટે

B) ઇગ્નીશન માટે

C) બેટરી ચાર્જિગ માટે

D) બધા જ સાચા છે


જવાબ:C) બેટરી ચાર્જિગ માટે

સમજૂતી :

ડાયનેમો (DC generator) દ્વારા બેટરી ચાર્જીગ થાય છે.


12. તારનો અવરોધ કોના પર આધાર રાખતો નથી?

A) લંબાઈ 

B) ભાર

C) ક્ષેત્રફળ

D) તાપમાન


જવાબ:B) ભાર

સમજૂતી :

તારનો અવરોધ ભાર પર આધાર રાખતો નથી. તારનો અવરોધ R =pl/a મુજબ તારના લંબાઈના (I) સમપ્રમાણમાં, તારના આડછેડના ક્ષેત્રફળના (a) ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઉપરાંત ધાતુનો અવરોધ તાપમાન વધતાં વધે છે.


13. વિધુતસર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ (મીટર) વપરાય છે?

A) વૉલ્ટમીટર

B) એમીટર

C) ઓહ્મમીટર

D) ફ્રીક્વન્સી મીટર


જવાબ:A) વૉલ્ટમીટર

સમજૂતી :

ઉપકરણ અને ઉપયોગ આ મુજબ છે.

વૉલ્ટમીટર : વીજ દબાણ.

એમીટર: વીજ પ્રવાહ.

ઓહમમીટર: અવરોધ.

ફ્રિક્વન્સીમીટર : ફ્રિક્વન્સી(આવૃતિ).

વોટ: મીટર વિજ શક્તિ.

એનર્જી: મીટર વિજ ઊર્જા.

મેગર : ઇસ્યુલેશન રેસીસ્ટન્સ


14. એકમ પધ્ધતિમાં વીજપ્રવાહ માપવાનો એકમ ક્યો?

A) એમ્પીયર

B) વોલ્ટ

C) ફેરાડ

D) ઓહમ


જવાબ:A) એમ્પીયર

સમજૂતી :

અગત્યની રાશી અને તેના એકમ આ મુજબ છે.

વીજપ્રવાહ : એમ્પિયર.

વીજદબાણ : વૉલ્ટ.

વિજ શક્તિ (Power) : વોટ.

વિજ ઊર્જા: વોટ-અવર અથવા યુનીટ.

અવરોધ : ઓહમ.

ઈન્ડક્ટ્રક્શ: હેત્રિ.

કેપેસીટન્સ: એકમ ફેરાડ

ઈંક્ટીવ રીએક્વેસ: ઓહમ

કેપીસિટીવ રીએક્રેસ: ઓહમ

ફ્રિક્વન્સી (આવૃતિ) : હર્ટ્ઝ


15. વાહકમાં વીજ પ્રવાહના વાહનને મદદ કરનાર ગુણને શું કહેવાય?

A) ઇન્ડકટન્સ

B) કંડક્ટન્સ

C) રેઝીસ્ટ્રન્સ

D) રીલકટન્સ


જવાબ:B) કંડક્ટન્સ

સમજૂતી :

વાહકમાં વીજપ્રવાહના વહનને મદદ કરનાર ગુણને કંડક્ટન્સ કહે છે.

જ્યારે વીજપ્રવાહના વહનને અવરોધ કરનાર ગુણને રેઝિસ્ટન્સ કહે

છે. વીજપ્રવાહ ફેરફારનો અવરોધ કરનાર ગુણને ઇન્ડક્ટન્સ કહે છે.

વીજદબાણ ફેરફારનો અવરોધ કરનાર ગુણને કેપેસીટન્સ કહે છે.

ક્લકસ ઉત્પન્ન કરવામાં અવરોધ કરનાર ગુણને રીલક્ટન્સ કહે છે.


16. સિલિકોન એ......છે.

A) બેડ કંડક્ટર

B) કંડકટર

C) ઇન્સુલેટર

D) સેમિકંડકટર


જવાબ:D) સેમિકંડકટર

સમજૂતી :

સીલીકોન તથા જર્મેનિયર સમાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સેમીકંડક્ટર છે.


17. ફ્યુઝનું જોડાણ.......માં કરવામાં આવે છે ?

A) ન્યુટ્રલ વાયરની સિરીઝમાં

B) ન્યુટ્રલ વાયરની પેરેલલમાં

C) લાઈવ વાયરની સિરીઝમાં

D) લાઈવ વાયરની પેરેલલમાં


જવાબ:C) લાઈવ વાયરની સિરીઝમાં

સમજૂતી :

ક્યૂઝનું જોડાણ લાઈવ વાયરની સિરીઝમાં કરવામાં આવે છે. જેથી કરીને ક્યૂઝ ઓપરેટ થાય તો તે ઓપન થઈને સર્કિટને રક્ષણ આપે


18. બ્રિટાનીયા જોઇન્ટ ક્યાં વપરાય છે?

A) ઓવરહેડ લાઈનમાં

B) અન્ડરગ્રાઉન્ડ કેબલમાં

C) કોન્ડયુટ વાયરીંગમાં

D) મોટર રીવાઈન્ડીગમાં


જવાબ:A) ઓવરહેડ લાઈનમાં

સમજૂતી :

બ્રિટાનિયા જોઇન્ટસ ઓવરહેડ લાઇનમાં વપરાય છે. આ પ્રકારનો

જોઇન્ટસએવી જગ્યાએ કરવામાં આવે છે. કે જ્યાં વાયરમાં ખેચાણ

આનુભવતા હોય.


19. ઓહમનાં નિયમ અનુસાર સર્કિટમાથી પસાર થતો કરંટ.....નાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

A) વૉલ્ટેજ

B) રેઝીસ્ટન્સ

C) ટેમ્પરેચર

D) સ્પેશીફીક રેઝીસ્ટન્સ


જવાબ:B) રેઝીસ્ટન્સ

સમજૂતી :

ઓહમનો નિયમ R = V/ તેથી = V/R આમ, સર્કિટમાથી પસાર થતો કરંટ (1) રેઝિસ્ટન્સના (R) વ્યસ્ત પ્રમાણમાં હોય છે.


20. કિચોર્ફનાં પ્રથમ નિયમથી કઈ રાશીનું મૂલ્ય મળે છે?

A) વૉલ્ટેજ

B) અવરોધ

C) તાપમાન

D) કરંટ


જવાબ:D) કરંટ

સમજૂતી :

કિચોર્ફનાં પ્રથમ નિયમ કરંટનું મૂલ્ય આપે છે.

પ્રથમ નિયમ: "વાયરના જંકશન પાસે ભેગા થતાં બધા કરંટનો ઐઝિક

(સદિશ) સરવાળો શૂન્ય થાય છે."


21. ELCB નું પૂરું નામ......છે.

A) અર્થ લો સર્કિટ બ્રેકર

B) અર્થ લીકેજ કરંટ બ્રેકર

C) અર્થ લીકેજ સર્કિટ બ્રેકર

D) અર્થ લીકેજ કરંટ બોર્ડ


જવાબ:C) અર્થ લીકેજ સર્કિટ બ્રેકર

સમજૂતી :

ELCBનું પૂરૂ નામ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે. ELCB અર્થ ફોલ્ટ સમયે ઓપરેટ થઈ સર્કિટને બંધ કરી નાખે છે. આથી ELCB અર્થ ફોલ્ટ કે લીકેજ કરંટ સામે સુરક્ષા આપે છે

MCB નું પૂરું નામ મિનિએચરસર્કિટ બ્રેકર છે. જે ઓવર કરંટ સામે રક્ષણ આપે છે.


22. પ્રેકટીકલ ફિલ્ડમાં સીરીઝ સર્કિટનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થાય છે?

A) સીરીઝ ડેકોરેટીવ લાઇટિંગમાં

B) મોટર રીવાઇન્ડીગમાં

C) વૉલ્ટેજ ડ્રોપ કરવા માટે

D) આપેલ તમામ


જવાબ: D) આપેલ તમામ

સમજૂતી :

સીરીઝ સર્કિટનો ઉપયોગ સીરીઝ ડેકોરેટીવ લાઈટીંગ, મોટર રિવાઈન્ડીંગ અને વૉલ્ટેજ ડ્રોપ કરવા માટે થાય છે.


23. એક જૂલ/સેકન્ડને......કહે છે 

A) એક વૉલ્ટ

B) એક એમ્પીયર

C) એક વોટ

D) 10 watt


જવાબ: C) એક વોટ

સમજૂતી :

જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ, કૂલંબ પ્રતિ સેકન્ડ એટલે એમ્પીયર,


24. MKS પધ્ધતિમાં 1 HP = .....Watt 

А) 746 Watt

B) 735.5 Watt

C) 1000 Watt

D) 945 Watt


જવાબ:B) 735.5 Watt

સમજૂતી :

1 HP = 735.5 Watt થાય . ઉપરાંત 1 HP = 746 Watt પણ લેવામાં આવે છે . 1 Unit = 1000 watt-hour


25. પાવર એટલે 

A) કાર્ય કરવાનો દર

B) કાર્ય કરવાની ક્ષમતા

C) કાર્ય કરવાનો સમય

D) એક પણ નહીં


જવાબ:A) કાર્ય કરવાનો દર

સમજૂતી :

કાર્ય કરવાનો દર એટલે પાવર, કાર્ય કરવાની ક્ષમતા એટલે ઊર્જા.


26.સોન્ડરીંગ કરતાં પહેલા કેબલ જોઇન્ટને સાફ કરવા માટે સૌથી સારું સાધન કે મટીરીયલ ક્યુ?

A) ફાઈલ

B) સેંડ પેપર

C) નાઈફ

D) કેરોસીન


જવાબ:B) સેંડ પેપર

સમજૂતી :

સેંડ પેપર વડે કેબલ જોઇન્ટને સાફ કરવામાં આવે છે.


27. કંડક્ટરનો ગેજ નંબર વધતાં તેનો વ્યાસ.......છે.

A) વધે

B) ઘટે

C) સમાન રહે

D) એક પણ નહીં.


જવાબ:B) ઘટે

સમજૂતી :

વાયરગેજનો વિસ્તાર 0-50 swg હોય છે. જેમ વાયર ગેજ નું માપ

વધે તેમ વાયરના આડછેદનું ક્ષેત્રફળ કે વ્યાસ ઘટે.

1 swg = 7.620 mm diameter

5 swg = 5.385 mm diameter

20 swg = 0.914 mm diameter

40 swg = 0.140 mm diameter

50 swg = 0.0254 mm diameter


28. વાયર અને કેબલમાં ક્યાં જોઇન્ટ વપરાય છે.

A) ટવીસ્ટેડ જોઇન્ટ

B) સ્ટેઈટ જોઇન્ટ

C) ટી જોઇન્ટ

D) ઉપરોક્ત તમામ


જવાબ:D) ઉપરોક્ત તમામ

સમજૂતી :

સ્ટેઈટ જોઇન્ટ, ટવીસ્ટેડ જોઇન્ટ અને ટી જોઇન્ટ એ તમામ વાયર

અને કેબલમાં વાપરવામાં આવતા જોઇન્ટ છે.


29. ક્યાં પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે વપરાય છે?

A) સરફેશ માઉન્ટીગ ટાઈપ

B) મોડ્યુલર એસેસરીઝ

C) ફ્લશ એસેસરીઝ

D) એક પણ નહીં


જવાબ:A) સરફેશ માઉન્ટીગ ટાઈપ

સમજૂતી :

સરફેશ માઉન્ટીગ ટાઈપ એસેસરીઝ પેનલ બોર્ડમાં વધારે વપરાય છે.


30. ટુવે સ્વીચમાં કેટલા ટર્મિનલ હોય છે?

A) 1

B) 2

C) 3

D) 4


જવાબ:C) 3

સમજૂતી :

ટુવે સ્વીચમાં ત્રણ ટર્મિનલ હોય છે


31. થ્રી કનેકશન પિન પ્લગમાં મોટા ડાયામીટર ની પીન (જાડી પીન. .......માટેની હોય છે.

A) ફેઝ

B) ન્યુટ્રલ

C) અર્થ

D) હાફ


જવાબ:C) અર્થ

સમજૂતી :

થ્રી પિન પ્લગમાં મોટા ડાયામીટરની (જાડી પીન) અને સૌથી લાંબી

પીન અર્થ કનેકશન માટેની હોય છે. અર્થ કનેક્શનો રેઝિસસ્ટંસ ઓછો

રહે એ માટે મોટો ડાયામીટર રાખવામાં આવે છે. લાંબી પીન રાખવાનું

કારણ એ છે કે જ્યારે શ્રી પિન, પ્લગમાં ભરાવતી સમયે સૌથી પહેલા

અર્થ પીન જોડાય અને ત્યાર બાદ અન્ય બે પીન (ફઈઝ અને ન્યુટ્રલ)

જોડાય જે માણસને શોર્ટ સામે સલામતી આપે છે.


32. લેડ ઍસિડ બેટરી ક્યાં પ્રકારની બેટરી છે?

A) પ્રાયમરી સેલ

B) સેકન્ડરી સેલ

C) A અને B

D) એક પણ નહીં


જવાબ:B) સેકન્ડરી સેલ

સમજૂતી :

રીચાર્જ ન થઈ શકે તેવી બેટરીને પ્રાઇમરી સેલ કહે છે. જ્યારે રીચાર્જ

થઈ શકે તેને સેકન્ડરી સેલ કહે છે. લેડ એસિડ બેટરી સેકન્ડરી સેલ

છે કેમકે તેને રીચાર્જ કરી શકાય છે. સૂકો કોષ (ઘડિયાલના સેલ) એ

પ્રાઇમરી સેલ છે.


33.ડબલ કટ ફાઇલનો ઉપયોગ.....પર ફાઇલીંગ કરવા માટે થાય છે

A) હાર્ડબોર્ડ

B) પ્લાસ્ટિક

C) સ્ટીલ

D) ચામડું


જવાબ:C) સ્ટીલ

સમજૂતી :

ડબલ કટ ફાઇલનો ઉપયોગ સ્ટીલ પર ફાઇલીંગ કરવા માટે થાય છે.


34. ડ્રીલ મશીનમાં જોબને પકડાવવા માટે નીચેના પૈકી ક્યો વાઈસ વપરાય છે?

A) પ્લેઈન મશીન વાઈસ

B) બેંચ વાઈસ

C) પાઈપ વાઈસ

D) હેન્ડવાઈસ


જવાબ:A પ્લેઈન મશીન વાઈસ

સમજૂતી :

પ્લેઈન મશીન વાઈસ ડ્રીલ મશીનમાં જોબને પકડાવવા માટે વપરાય છે.


35. નીચે પૈકીનો ક્યો પદાર્થ ફેરોમેગ્નેટીક છે?

A) લોખંડ

B) સ્ટીલ

C) નિકલ અને કોબાલ્ટ

D) ઉપરોક્ત તમામ


જવાબ:D) ઉપરોક્ત તમામ

સમજૂતી :

લોહ ચુંબક સાથે આકર્ષણ અનુભવે એને ફેરોમેગ્નેટીક મટીરિયલ કહેવાય.

લોખંડ, નિકલ, કોબાલ્ટ એ ફેરોમેગ્નેટીક મટીરિયલ છે.

ડાય મેગ્નેટિક (Diamagnetic) મટીરિયલ લોહ ચુંબક સાથે

અપાકર્ષણ અનુભવે છે. દા.ત. કોપર, ચાંદી, સોનું.

પેરામેગ્નેટિક મટીરિયલ બહુ જ ઓછું લોહ ચુંબક સાથે આકર્ષણ

ધરાવે છે. દા.ત. મેગ્નેશીયમ, મોલીબ્લીયમ, લિથિયમ.


36. મેગ્નેટીક ફલક્સડેન્સીટીનો એકમ.....છે.

A) વેબર

B) વેબર/મીટર

C) વેબર/ (મીટર x મીટર)

D) મેક્સવેલ


જવાબ:C) વેબર/ (મીટર x મીટર)

સમજૂતી :

અગત્યની રાશી અને તેના એકમ આ મુજબ છે.

મેગ્નેટીક ફલક્સ ડેન્સીટી: વેબર/મીટર x મીટર).

ફલક્સનો: વેબર.

ફલક્સ લાઇન્સ: મેક્સવેલ.

રીલર્દેશ: સિમેંશ છે.

MMF :એમ્પીયર-ટર્ન.


 37. મેગ્નેટમાં હંમેશા કેટલા પોલ અસ્તિત્વ ધરાવે છે?

A) 1

B) 2

C) 3

D) 4


જવાબ:B) 2

સમજૂતી :

મેગ્નેટમાં હંમેશા 2 પોલ અસ્તિત્વ ધરાવે છે.


 38.ઇન્ડક્ટન્સનો એકમ ........છે.

A) ઓહ્મ 

B) કુલંબ

C) હેનરી

D) એમ્પીયર


જવાબ:C) હેનરી

સમજૂતી :

અગત્યની રાશી અને તેના એકમ આ મુજબ છે.

કેપીસિટીવ રીએક્ટસ: ઓહમ.

વીજપ્રવાહ : એમ્પિયર.

વીજદબાણ : વૉલ્ટ.

વિજ શક્તિ (Powe) : વોટ.

વિજ ઊર્જા: વોટ-અવર અથવા યુનીટ.

અવરોધ : ઓહમ.

ઈન્ડક્ટ્રક્શ: હેનરી

કેપેસીટન્સ: ફેરાડ.

ઈંક્ટીવ રીએક્રેસ: ઓહમ.

ફ્રિક્વન્સી (આવૃતિ) : હર્ટ્ઝ


39. કેપેસીટર એ ડિવાઇસ છે.

A) ઈલેકટ્રીક ચાર્જને સંગ્રહ કરવાની

B) વૉલ્ટેજ બુસ્ટ કરવાની

C) વૉલ્ટેજ ડ્રોપ કરવાની

D) કરંટને સરળતાથી વહેવડાવવાની


જવાબ:A) ઈલેકટ્રીક ચાર્જને સંગ્રહ કરવાની

સમજૂતી :

કેપેસીટર એ ઈલેકટ્રીક ચાર્જને સંગ્રહ કરવાની ડિવાઇસ છે.


40. સિંગલ ફેઝ મોટર માટે સાધારણ રીતે ...પ્રકારનું કેપેસીટર વપરાય છે.

A) સીરામીક

B) માઈક્રા

C) પેપર

D) ઈલેક્ટ્રોલાઇટીક


જવાબ:C) પેપર

સમજૂતી :

પેપર કેપેસીટર હાઈ વૉલ્ટેજ અને હાઈ કરંટ એપ્લીકેશન જેવી કે સીંગલ ફેઈઝ મોટરમાં વપરાય છે. ઈલેક્ટ્રોલાઇટીક કેપેસીટરનો ઉપયોગ ફીલ્ટર અને ડી-કપલિંગ સર્કિટમાં થાય છે. સિરામિક કેપેસીટર હાઈ ફ્રિક્વન્સી ઈલેક્ટ્રોનિક્સ સર્કિટમાં વપરાય છે. RF સર્કિટમાં માઈક્રો કેપેસીટરનો ઉપયોગ થાય છે. જ્યાં સ્ટેબિલીટી અને ઓછા પાવર વ્યયની જરૂર હોય.


41. કેપેસીટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશીનું મૂલ્ય સુધારવા માટે કરવામાં આવે છે?

A) ફ્રિક્વન્સી

B) પાવર ફેક્ટર

C) પાવર

D) વૉલ્ટેજ


જવાબ:B) પાવર ફેક્ટર

સમજૂતી :

કેપેસીટર રીએક્ટિવ પાવર સપ્લાઈ કરી પાવર ફેક્ટર સુધારે છે.


42. ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે?

A) 50

B) 60

C) 40

D) 100


જવાબ:A) 50

સમજૂતી :

ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી 50 Hz છે.

આ ઉપરાંત ભૂટાન, પાકિસ્તાન, ઈજિપ્ત, ફ્રાંસ, જર્મની, ઈજરાયલ, ઈટલી, રશિયા વગેરે દેશોમાં પણ 50 Hz સપ્લાય ફ્રીક્વન્સી છે.

જ્યારે બ્રાઝીલ, કેનેડા, યુ.એસ. જેવા દેશોમાં 60 Hz સપ્લાય ફ્રીક્વન્સી છે.



43. આવર્તન કાળનો એકમ ..... છે.

A) કલાક 

B) મિનીટ

C) સેકન્ડ

D)મિલીસેકન્ડ


જવાબ:C) સેકન્ડ

સમજૂતી :

આવર્તન કાળ (Time Period) એ એક Cycle પૂર્ણ થવા લાગતો

સમય છે. સમયનો એકમ મીલી સેકન્ડ, સેકન્ડ, મીનીટ, કલાક છે.

આથી કલાક, મીનીટ, સેકન્ડ અને મીલી સેકન્ડ એ આવર્તન કાળના

એકમ તરીકે ઉપયોગમાં લઈ શકાય પરંતુ સમાન્ય રીતે આવર્તન

કાળનો એકમ સેકન્ડ લેવામાં આવે છે.


44. ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કઈ એક ડિવાઇસ જવાબદાર નથી?

A) કેપેસીટર

B) મેગ્નેટીક રીલે

C) ટ્રાન્સફોર્મર

D) ઈન્ડકશન મોટર


જવાબ:A) કેપેસીટર

સમજૂતી :

કેપેસીટર પાવર ફેક્ટરને સુધારે છે. તથા ઇન્ડક્ટીવ લોડ જેવો કે ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, મેગ્નેટીક રીલે રીએકટીવ પાવર લે છે ઓછા પાવર ફેક્ટર માટે જવાબદાર છે.


45. કેપેસીટીવ રીએક્ટન્સ (Xc) નો એકમ છે.

A) ફેરાડે

B) જુલ

C) એમ્પિયર

D) ઓહમ


જવાબ:D) ઓહમ

સમજૂતી :

અગત્યની રાશી અને તેના એકમ આ મુજબ છે.

કેપીસિટીવ રીએક્ટસ: ઓહમ.

વીજપ્રવાહ : એમ્પિયર.

વીજદબાણ : વૉલ્ટ.

વિજ શક્તિ (Powe) : વોટ.

વિજ ઊર્જા: વોટ-અવર અથવા યુનીટ.

અવરોધ : ઓહમ.

ઈન્ડક્ટ્રક્શ: હેત્રિ.

કેપેસીટન્સ: ફેરાડ.

ઈંક્ટીવ રીએક્ટસ: ઓહમ.

ફ્રિક્વન્સી (આવૃતિ): હર્ટ્સ


46. પોલીફેઝ પાવર જનરેશન કેટલા ફેઈઝમાં કરવામાં આવે છે?

A) 1

B) 2

C) 3

D) 4


જવાબ:C) 3

સમજૂતી :

સામાન્ય રીતે પોલીફેઝ પાવર જનરેશન ત્રણ ફેઈઝમાં કરવામાં આવે છે. કારણકે થ્રી ફેઈઝ જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન સસ્તુ અને સરળ છે. થ્રી ફેઈઝ થી વધારે ફેઈઝમાં વાયરની સંખ્યા વધે છે જેથી જટિલ સીસ્ટમ બને છે.


47. સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર શ્રી ફેઝ મોટર કરતાં હોય છે.

A) વધારે

B) ઓછો.

C) સમાન રહે

D) એક પણ નહીં


જવાબ:B) ઓછો.

સમજૂતી :

સિંગલ ફેઝ મોટર નો પાવર ફેક્ટર 3 phase ફેઝ મોટર કરતાં ઓછો હોય છે.


48. મનુષ્યની ડ્રાય સ્કીન (ચામડી) નો સરેરાશ રેઝિસ્ટન્સ આશરે કેટલો હોય છે?

A) 1000 ohm

B) 400 થી 600 ohm

C) 100 ohm

D) 100 killo ohm થી 600 killo ohm


જવાબ:D) 100 killo ohm થી 600 killo ohm

સમજૂતી :

મનુષ્યની ડ્રાય સ્કીન (ચામડી) નો સરેરાશ રેઝિસ્ટન્સ આશરે 100 killo ohm થી 600 killo ohm હોય છે. ભીની (wet) ચામડીનો રેઝિસ્ટન્સ 1000 ohm જેટલો હોય છે. હાઇ વૉલ્ટેજ વખતે મનુષ્યની ચામડીનો રેઝિસ્ટન્સ 5000 ohm સુધી આવી શકે છે.


49. અર્થ કંડક્ટર........ને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે.

A) લીકેજ કરંટ

B) ઓવર કરંટ

C) શોર્ટ સર્કિટ કરંટ

D) હાઈવોલ્ટેજ


જવાબ:A) લીકેજ કરંટ

સમજૂતી :

અર્થ કંડક્ટર લીકેજ કરંટને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે.


50. અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર......નો બનેલો હોય છે?

A) ગેલ્વેનાઈડ આર્યન

B) આર્યન

C) એલ્યુમિનિયમ

D) કોપર


જવાબ:A) ગેલ્વેનાઈડ આર્યન

સમજૂતી :

PGVCL, MGVCL, UGVCL અને DGVCL માં અર્થ વાયર કે ગ્રાઉન્ડ

વાયર ગેલ્વેનાઈલ્ડ આર્યનનો બનેલો હોય છે. જ્યાં અર્થિગ સારો

કરવો હોય તો અર્થ વાયર કોપરનો પણ બનેલો હોય શકે.


કેબલે ના પાર્ટ્સ વિશે માહિતી

1. કોર (Core) :

કોરનું કાર્ય કરંટનું વહન કરવાનું છે. કોર એલ્યુમીનીયમ અથવા કોપરની બનેલી હોય છે. સ્ટ્રેન્ડેડ કોરનો ઉપયોગ થાય છે.સ્ટ્રેન્ડેડ કોર વાપરવાથી ફલેક્સીબીલીટી વધે છે. 1 કોર, 2 કોર, 3 કોર, 3.5 કોર અને 4 કોર ની કેબલ બનાવવામાં આવે છે.

2. ઇસ્યુલેશન (Insulation) :

સીંગલકોર કેબલમાં વાહક અને અર્થ વચ્ચે તથા મલ્ટીકોર કેબલમાં વાહકો વચ્ચે અને વાહકો તથા અર્થ વચ્ચે ઇસ્યુલેશન રાખવું જરૂરી છે. આ માટે વાહક પર ઇસ્યુલેશનનું પડ ચડાવવામાં આવે છે. વિવિધ પ્રકારના ઇસ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. પેપર, વાર્નીશ્ડ કેમ્બ્રિક , રબર, વલ્વેનાઈઝડ બીટ્યુમીન, ઓઈલ ઇમ્પ્રેગનેટેડ પેપર, પીવીસી, મેટલાઈઝડ પેપર વગેરે મટીરીયલનો ઇસ્યુલેશન તરીકે ઉપયોગ થાય છે.

3. મેટાલીક શીધ (Metallic sheath) :

ભેજ એ ઇસ્યુલેશનનો દુશમન છે. ઇસ્યુલેશનમાં જે ભેજ દાખલ થાય તો તેની ડાઈઈલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે. આથી ઇસ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે જોવું જરૂરી છે. આ માટે ઈસ્યુલેશનની ફરતે લેડનું શીધ અથવા લેડની એલોયનું શીધ ચડાવવામાં આવે છે. જયારે કોર કોપરની બનેલી હોય છે ત્યારે કોઈકવાર એલ્યુમીનીયમનું શીધ પણ વપરાય છે.

4. બેડીંગ (Bedding) :

આર્મોરીંગથી શીધને નુકસાન ન થાય તે માટે શીધ પર બેડીંગનું પડ ચઢાવવામાં આવે છે. સૂથળી અથવા કંતાનની ટેપનું પડ ચઢાવવામાં આવે છે.

5. આર્મોરિંગ (Armouring) :

યાંત્રિક નુકસાન સામે કેબલને રક્ષણ આપવા માટે આર્મોરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે બેડીંગ ફરતે સ્ટીલની ટેપના બે પડ વીંટવામાં આવે છે, અથવા ગેલ્વેનાઈઝડ સ્ટીલ વાયરના એક કે બે પડ વીંટવામાં આવે છે.

6. સર્વીગ (Serving) :

આર્મોરીંગની ફરતે રેસાવાળા પદાર્થનું પડ વીંટવામાં આવે છે.




For More MCQs









ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આ એક નાનકડો  પ્રયત્ન છે . આ પેજ પર તમને દરરોજ ઓબ્જેક્ટિવ પ્રસ્નો મુકવા માં આવશે અને સાથે જરૂરી નોટ પણ મુકવા માં આવશે તો દરરોજ આ વેબસાઈટ ની વિજિત કરે અને WhatsApp  ગ્રુપ જોઈન કરે અને તમારા મિત્રો ને પણ જોઈન કરો જેથી કરી ને એ લોકો પણ લાભ લઇ શકે.તમારા WhatsApp અને Facebook ગ્રુપ માં શક્ય તેટલું શેર કરો અને સેવા ના ભાગીદાર બનો 


Join WhatsApp Group 



Previous Post Next Post