Accessories of transformer In Gujarati for Exam Preparation

 ટ્રાન્સફોર્મરની એસેસરીઝ (Accessories of transformer) :

ટ્રાન્સફોર્મરમાં કૌર અને વાઈન્ડીંગ ઉપરાંત નીચે પ્રમાણેના વધારાના ભાગો હોય છે.

1. ટાંકી 2. કન્ઝર્વેટર 3. ઓઈલ લેવલ ઇન્ડીકેટર 4. બ્રીધર 5. એકસ્પોલઝન વેન્ટ 6. બુકોઝ રીલે 7. થર્મોમીટર્સ.

(1) ટાંકી:



ટેન્કથી કોર તથા વાઈન્ડીંગને રક્ષણ મળે છે અને ટ્રાન્સફોર્મરને ઠંડું પાડવા માટે ઓઈલ રાખી શકાય છે. નાના ટ્રાન્સફોર્મરની ટેન્ક શીટ સ્ટીલની તથા મોટા ટ્રાન્સફોર્મરની ટેન્ક બોઈલર પ્લેટની બનેલી હોય છે. કુલીંગ માટે કુલીંગ ટ્યુબ અથવા રેડિએટર્સ રાખવામાં આવે છે. નીચેના ભાગોમાં drain કોક હોય છે. ઉષ્ણતામાન માપવા માટે થર્મોમીટર દાખલ કરવા માટે ટ્રાન્સફોર્મર પોકેટ હોય છે.

2) કન્ઝર્વેટર :



 ટ્રાન્સફોર્મરમાં પાવરલોસ થવાથી ઉષ્મા પેદા થાય છે. આથી ઓઈલ લેવલ વધે  છે અને કદ વધે છે. આ માટે ટાંકીમાં થોડી જગ્યા રાખવી જોઈએ. ઓઈલની ઉપરની બધી સપાટી હવાના સંપર્કમાં રહે છે. આ સંપર્કની સપાટી ઓછી કરવા માટે મુખ્ય ટાંકીની ઉપર એક નાની ટાંકી મૂક્વામાં આવે છે અને બંને ટાંકીને પાઈપ વડે જોડવામાં આવે છે. મુખ્ય ટાંકી પૂર્ણ ભરેલી છે. નાની ટાંકીને કોન્ઝર્વેટર કહે છે. ઓઈલ ગરમ થાય છે ત્યારે કન્ઝર્વેટરમાં ઓઈલનું લેવલ વધે છે. જયારે ભાર ઘટે છે ત્યારે લેવલ ઘટે છે. હવે કન્ઝર્વેટરના ઓઈલ લેવલની સપાટી જ હવાના સંપર્કમાં છે.

(3) ઓઈલ લેવલ ઇન્ડીકેટર : 

આ દર્શક વડે કન્ઝર્વેટરમાંના ઓઈલનું લેવલ જોઈ શકાય છે.




(4) બ્રીધર :

  જ્યારે ઓઈલ ગરમ થાય છે ત્યારે કન્ઝર્વેટરની હવા બહાર જાય છે અને ઠંડુ પડે છે ત્યારે બહારની હવા અંદર જાય છે. હવામાંનો ભેજ પણ ઓઈલમાં ભળે છે. તેથી ઓઈલની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટે છે. આ માટે અંદર જતી હવાનો ભેજ શોષાઈ જાય તેવી વ્યવસ્થા માટે બ્રીધર રાખવામાં આવે છે. બ્રીધરમાં સીલીકા જેલ (CaCl,) ના ટુકડા રાખવામાં આવે છે. સીલીકા જેલનો ગુણધર્મ ભેજને શોષવાનો છે. એટલે જ્યારે હવા કન્ઝર્વેટરમાં જાય છે ત્યારે કેશીયમ કલોરાઈડ દ્વારા ભેજ શોષાય છે અને સૂકી હવા અંદર જાય છે. સૂકી સીલીકા જેલનો રંગ ભૂરો હોય છે અને ભેજથી સંતૃપ્ત થાય છે ત્યારે તેનો રંગ પીન્ક (આછો ગુલાબી) થાય છે. બ્રીધર પર એક નાનો કાચ લગાવેલ હોય છે. આથી સીલીકા જેલનો રંગ જોઈ શકાય છે. જ્યારે રંગ પીન્ક થાય ત્યારે સીલીકા જેલને કાઢીને ગરમ કરીને ભેજ ઉડાડી ફરી વાર વાપરી શકાય છે.

(5) એકપ્લોઝન વેન્ટઃ 



ટ્રાન્સફોર્મરની ટાંકી ઓઈલથી પૂર્ણ ભરેલી છે. જો તેમાં ફોલ્ટથી વાયરીંગમાં સ્પાર્ક થાય તો ઓઈલનું વિઘટન થાય છે અને ગેસ પેદા થાય છે. ગેસ વધારે જગ્યા રોકે છે આથી ટાંકીનું અંદરનું દબાણ ઘણું વધે છે. કોઈવાર ટાંકીનું વિસ્ફોટન પણ થાય છે. આથી ઘણું નુકસાન થાય. આમ ન થાય તે માટે એપ્લોઝન વેન્ટ રાખવામાં આવે છે. આમાં પાઈપના છેડે પતરાનો એક પાતળો ડાયાફામ રાખવામાં આવે છે. જેથી પ્રેશર વધે ત્યારે ડાયાફામ ચીરાઈ જાય છે અને અંદરનું ઓઈલ, ગેસ વગેરે ઝપાટાબંધ બહાર આવી જાય છે આથી પ્રેશર ઘટી જાય  છે અને ટાંકીનું વિસ્ફોટન થતું નથી.

(6) બુકોલ્સ રીલે :





બુકોલ્સ રીલે એ ગેસથી ઓપરેટ થતું રીલે છે. આમાં એક નળાકાર ચેમ્બર છે જેને ટ્રાન્સફોર્મર ટેન્ક અને કન્ઝર્વેટરની વચ્ચે જોડવામાં આવે છે. અંદર એલ્યુમિનિયમના બે ફ્લોટ હોય છે. ફ્લોટની સાથે મરક્યુરી સ્વીચ છે. હેલ્દી કંડીશન (ફોલ્ટ ન હોય તેવી સ્થિતિ) માં મરક્યુરી ટ્યુબ ત્રાંસી હોય છે. આથી તેમાં રાખેલ કોન્ટેક્ટ જોડાતા નથી. પરંતુ કોઈ કારણસર ટ્યુબ સીધી થાય તો મરક્યુરીને લીધે બંને કોન્ટેક્ટ જોડાય છે. સામાન્ય સંજોગોમાં રીલે ઓઈલથી સંપૂર્ણ ભરેલું હોય છે. ઉપરના ફ્લોટની સાથે રાખેલ મરક્યુરી સ્વીચમાંથી નીકળતા વાયર રીલે મારફત થઈને એલાર્મ સરકીટ કોન્ટેક્ટ સાથે જોડેલા છે. જ્યારે નીચેના ફ્લોટની સાથે રાખેલ મરક્યુરી સ્વીચમાંથી નીકળતા વાયર સરકીટ બેકરની ટ્રીપ કોઈલ સાથે જોડેલા છે. 

રીલેની ઉપરની બાજુ રીલીઝ કોડ છે. જ્યારે ટ્રાન્સફોર્મરની ટેન્કમાં કોઈ ફોલ્ટ થવાની શરૂઆત જ થાય છે ત્યારે ઓઈલમાં થોડા પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થાય છે. ગેસ હળવો હોવાથી ટેંક માંથી કન્ઝર્વેટર તરફ જાય છે. વચ્ચે બુકોલ્સ રીલે આવે છે તેથી ગેસ બબલ રીલેની ઉપરના ભાગે જમા થાય છે. આથી રીલેમાં ઓઈલનું લેવલ ઘટે છે. ઉપરનો ફ્લોટ નીચેની તરફ ઢળે છે તેથી મરક્યુરી ટ્યુબ સીધી થવાથી કોન્ટેક્ટ જોડાય છે. આથી સરકીટમાં જોડેલું ઓઝીલીયરી રીતે ઓપરેટ થાય છે અને તેના કોન્ટેક્ટ દ્વારા કન્ટ્રોલ રૂમમાં એલાર્મ વાગે છે. ઓપરેટર પગલાં લે છે, જેમ કે ટ્રાન્સફોર્મર પરનો લોડ ઓછો કરે છે.

જ્યારે ટ્રાન્સફોર્મરમાં કોઈ ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ગેસ પેદા થાય છે અને ઓઈલ પણ ફુલે છે અને ઝપાટાબંધ કન્ઝર્વેટર તરફ જાય છે. આથી રીલેના નીચલા ફ્લોટના ફ્લેપ પર દબાણ આવે છે. આથી મરક્યુરી સ્વીચ સીધી થાય છે અને તેના કોન્ટેક્ટ જોડાય છે. આ કોન્ટેક્ટ મારફત બ્રેકરની ટ્રીપ કોઈલ જોડેલી છે તેથી ટ્રીપ કોઈલ એનર્જાઈઝ થવાથી સરકીટ બ્રેકર ઓપરેટ થાય છે અને ટ્રાન્સફોર્મર સરકીટમાંથી આઈસોલેટ થાય છે,

ઉપર એકઠા થયેલ ગેસના રંગ અને બીજા ગુણધર્મ પરથી ટ્રાન્સફોર્મરમાં કઈ જાતનો ફોલ્ટ પેદા થયો છે તે જાણી શકાય છે. ગેસનો રંગ જોવા માટે ઉપરની બાજુએ કાચની એકે બારી રાખી હોય છે અને ગેસનો નમૂનો લેવા માટે તથા ગેસને બહાર કાઢીને રીલેને રીસેટ કરવા માટે કોક આપવામાં આવે છે.

7) થર્મોમીટર 




કુલીંગ માટે ઓઈલની વ્યવસ્થા છે પરંતુ અંદનું ટેમ્પરેચર વધી ન જાય તે જોવું જરૂરી છે. આ માટે  બે થર્મોમીટરની વ્યવસ્થા રાખવામાં આવે છે. (1) વાઈન્ડીંગનું ટેમ્પરેચર (2) ઓઈલનું ટેમ્પરેચર. આ માટે થર્મોકપલ અથવા RTD પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઈલના ટેમ્પરેચર કરતાં વાઈન્ડીંગનું ટેમ્પરેચર વધારે હોય છે.




For More MCQs









ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આ એક નાનકડો  પ્રયત્ન છે . આ પેજ પર તમને દરરોજ ઓબ્જેક્ટિવ પ્રસ્નો મુકવા માં આવશે અને સાથે જરૂરી નોટ પણ મુકવા માં આવશે તો દરરોજ આ વેબસાઈટ ની વિજિત કરે અને WhatsApp  ગ્રુપ જોઈન કરે અને તમારા મિત્રો ને પણ જોઈન કરો જેથી કરી ને એ લોકો પણ લાભ લઇ શકે.તમારા WhatsApp અને Facebook ગ્રુપ માં શક્ય તેટલું શેર કરો અને સેવા ના ભાગીદાર બનો 


Join WhatsApp Group 


Previous Post Next Post